Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : savarkundla honeytrap case farmer one arrested

બ્લેકમેઇલિંગના ભયાનક ખેલમા અમરેલીના ખેડૂતે ગુમાવ્યો જીવ! આરોપી 'હિના' વૉન્ટેડ, અન્ય 1 સકંજામાં

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
બ્લેકમેઇલિંગના ભયાનક ખેલમા અમરેલીના ખેડૂતે ગુમાવ્યો જીવ! આરોપી 'હિના' વૉન્ટેડ, અન્ય 1 સકંજામાં
સોર્સ : GSTV

Savarkundla Honeytrap Case: ડિજિટલ યુગમાં સાયબર ફ્રોડ, હનીટ્રેપ, ડિજિટલ એરેસ્ટ જેવી ઘટના સામે આવતી હોય છે, ત્યારે હનીટ્રેપમાં ફસાયેલા અમરેલી જિલ્લાના એક ખેડૂતે જીવ ગુમાવ્યો હતો. જેમાં સાવરકુંડલાના લીખાળા ગામે થોડા દિવસ પહેલા હનીટ્રેપમાં ફસાયેલા ખેડૂત હિંમત સુહાગીયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. બ્લેકમેઇલિંગનો ભયાનક ખેલના એક આરોપી શનિવારે (20 જૂન) સાવરકુંડલા રૂલર પોલીસના સંકજામાં આવ્યો છે. જ્યારે 'હિના' નામની મહિલા આરોપી અને અન્ય આરોપીઓને પકડી પાડવાની પોલીસે કવાયત શરૂ કરી છે.

App Store

 શું હતી ઘટના?

ગત 23 મેના રોજ લીખાળાના ખેડૂત હિંમત સુહાગીયાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ અંગે મૃતકના દીકરાએ સાવરકુંડલા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં હિના નામની મહિલા સાથે મોબાઈલમાં વાતચીત કરતા હિંમત સુહાગીયા હનીટ્રેપનો ભોગ બન્યા હોવાની વિગતો પોલીસ ફરિયાદમાં જાણવામાં આવી હતી. 

સાવરકુંડલા ખેડૂત હનીટ્રેપ કેસનો એક આરોપી ઝડપાયો

પ્રાથમિક તપાસ અનુસાર, હનીટ્રેપના આરોપીઓએ ખેડૂત પાસે 3 લાખની માંગણી કરી હતી. જેમાં ખેડૂતે આરોપીને 80 હજાર આપ્યા હતા. જો કે, આ પછી ખેડૂતે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર મામલે પોલીસે રોહિત વેકરીયા નામના હનીટ્રેપના સાગરિત આરોપીની ધરપકડ કરી હતી. સમગ્ર મામલે કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. જ્યારે હિના અને અન્ય સાગરીતોની પોલીસે શોધખોળ શરૂ કરી છે.