Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Ghodapoor came into Meghmeher Ramtalia river at Morangi village of Rajula

VIDEO: રાજુલાના મોરંગી ગામે મેઘમહેર રામતલિયા નદીમાં આવ્યું ઘોડાપૂર

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

રાજુલા પંથકમાં મેઘરાજાએ અનરાધાર હેત વરસાવતા ચારેકોર પાણી જ પાણી થઈ ગયું છે. રાજુલાના મોરંગી ગામે ધોધમાર વરસાદના પગલે અહીં આવેલી રામતલિયા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ચોમાસાના આગમન સાથે જ પ્રથમ વરસાદમાં નદી બે કાંઠે વહેતી થતા દ્રશ્યો સર્જાયા છે. નદીમાં આવેલા નવા નીરને નિહાળવા માટે આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે ઉમટી પડ્યા છે. લાંબા સમય બાદ નદીમાં પાણીની આવક થતા ગ્રામજનોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. જોકે, ગ્રામજનોને નદીના વહેણમાં ન ઉતરવા અને સાવચેતી રાખવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને.

App Store