Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : fter lion, now leopard is the victim of Bhavnagar-Somnath highway, unknown vehicle driver hits and kills leopard

Amreli news: સિંહ બાદ હવે દીપડીનો ભોગ લેતો ભાવનગર-સોમનાથ હાઈવે, અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દીપડીને મોતને ઘાટ ઉતારી

Timeછેલ્લું અપડેટ : 26 Jan 2026
લાઇવ ટીવીGoogle News
Amreli news: સિંહ બાદ હવે દીપડીનો ભોગ લેતો ભાવનગર-સોમનાથ હાઈવે, અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી દીપડીને મોતને ઘાટ ઉતારી
સોર્સ : GSTV

Amreli news: અમરેલી સહિત સૌરાષ્ટ્રના કેટલાક ગામડાંઓ અને રહેણાંક વિસ્તારોમાં સિંહ, દીપડાના આટાફેરાના વીડિયો સામે આવતા હોય છે, ત્યારે ભાવનગર-સોમનાથ હાઈવે પર વાહનની અડફેટે આવી જતાં દીપડીનું મોત નીપજ્યું છે. અકસ્માતની ઘટનાને લઈને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

App Store

જાફરાબાદના બાલાનીવાવ હાઈવે પર અજાણ્યા વાહનની ટક્કરથી દીપડીનું મોત
મળતી માહિતી મુજબ, અમરેલીના જાફરાબાદના બાલાનીવાવ નેશનલ હાઈવે પર દીપડીનું અજાણ્યા વાહનની અડફેટે મોત થયું છે. દીપડીના અકસ્માતે મોતથી વનવિભાગની ટીમે ઘટનાસ્થળે પહોંચીને મૃતક દીપડીના મૃતદેહને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું છે. વન વિભાગની ટીમ દ્વારા અકસ્માત કરનાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.  

તમને જણાવી દઈએ કે, અગાઉ એક મહિના પહેલાંજ નેશનલ હાઇવે પર વાહનની અડફેટે સિંહનો અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે પર સતત અક્સ્માતથી વનવિભાગના સ્ટાફની ઘટ સામે સવાલો ઉઠ્યા છે.