Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : VIDEO: Amreli Police crackdown: Attackers' 'wedding processions' taken out in Savarkundla and Babra

VIDEO: અમરેલી પોલીસનો સપાટો: સાવરકુંડલા અને બાબરામાં હુમલાખોર આરોપીઓના કાઢ્યા 'વરઘોડા'

Timeછેલ્લું અપડેટ : 25 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: અમરેલી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડાવનારા તત્વો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. જિલ્લાના બાબરા અને સાવરકુંડલામાં બનેલી હિંસક ઘટનાઓના આરોપીઓને પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને લોકોની હાજરીમાં તેમનો 'વરઘોડો' કાઢી પોલીસનો ખોફ બતાવ્યો હતો.

App Store

બાબરામાં સંઘ પ્રચારક પર હુમલાનો મામલો
બાબરામાં થોડા દિવસો પહેલા બાઈક શો-રૂમ અને સંઘ પ્રચારક ભરતભાઈ રાદડિયા પર હુમલો કરવાની ઘટના બની હતી. આ મામલે નીલવડા ગામના હુમલાખોર આરોપી પ્રતાપ ધાંધલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આજે આરોપીને જે-તે સ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી ગુનેગારોમાં કાયદાનો ડર પેસી જાય.

સાવરકુંડલામાં 5 આરોપીઓનો વરઘોડો 
બીજી તરફ, સાવરકુંડલામાં 15 દિવસ અગાઉ બે શખ્સો પર હુમલો કરનારા પાંચ આરોપીઓને પણ પોલીસે પાઠ ભણાવ્યો હતો. પોલીસે આ પાંચેય આરોપીઓને ખાદી કાર્યાલય વિસ્તારમાં, જ્યાં ગુનો બન્યો હતો ત્યાં લઈ જઈને જાહેરમાં વરઘોડો કાઢ્યો હતો. પોલીસની આ કાર્યવાહીને પગલે રસ્તા પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. અમરેલી પોલીસની આ કડક કાર્યવાહીનું મુખ્ય ઉદ્દેશ્ય કાયદો હાથમાં લેનારા તત્વોને સ્પષ્ટ સંદેશ આપવાનો છે કે જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સાંખી લેવામાં આવશે નહીં.