Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Diversion washed away in rain, Savarkundla-Mahuva highway closed

VIDEO: વરસાદમાં ધોવાયું ડાયવર્ઝન, સાવરકુંડલા-મહુવા હાઈવે બંધ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમરેલી જિલ્લાના સાવરકુંડલા નજીક વિજપડી પાસે વરસાદી માહોલ વચ્ચે ડાયવર્ઝન ધોવાઈ જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. નવા બ્રિજના નિર્માણ માટે બનાવવામાં આવેલું ડાયવર્ઝન ભારે વરસાદના કારણે નુકસાનગ્રસ્ત થયું છે. ડાયવર્ઝન ધોવાઈ જતા સાવરકુંડલા-મહુવા નેશનલ હાઈવે માર્ગ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. જેના કારણે કાર અને ટ્રક સહિતના વાહનોની અવરજવરમાં અવરોધ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. માર્ગને વહેલી તકે પૂર્વવત કરવા તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

App Store