Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Amreli / LCB's Elderly Flat: Filmy car chased near Kunkav Phatak, seizes foreign liquor worth Rs1.83 lakh

Amreli / LCBનો વડીયામાં સપાટો: ફિલ્મી ઢબે કારનો પીછો કરી ₹1.83 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એક ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર

Timeછેલ્લું અપડેટ : 06 Oct 2026
લાઇવ ટીવીGoogle News
Amreli / LCBનો વડીયામાં સપાટો:  ફિલ્મી ઢબે કારનો પીછો કરી ₹1.83 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો, એક ઝડપાયો, મુખ્ય આરોપી ફરાર
સોર્સ : gstv

અમરેલી જિલ્લા એલસીબી (LCB) પોલીસે વડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોટો સપાટો બોલાવીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુંકાવાવ રેલવે ફાટક નજીકથી કારનો ફિલ્મી ઢબે પીછો કરીને 1.83 લાખ રૂપિયાની કિંમતની 346 બોટલ વિદેશી દારૂ સાથે એક શખસની અટકાયત કરી હતી. જ્યારે મુખ્ય આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

App Store

ફિલ્મી ઢબે પીછો કરી કાર રોકી

મળતી માહિતી અનુસાર, અમરેલી LCBની ટીમ વડીયા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, આ દરમિયાન બાતમીના આધારે કુંકાવાવ રેલવે ફાટક નજીક વોચ ગોઠવીને શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી કારને રોકવાનો પ્રયાસ કરાયો હતો. કારચાલકે વાહન ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને કારને આંતરી લીધી હતી. કારમાંથી સાગર થળેચાને ઝડપી પાડવામાં આવ્યો હતો.

પોલીસે કારમાં તપાસ કરતા 1,83 લાખ રૂપિયાની કિંમતની વિદેશી દારૂની 346 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો,કાર અને મોબાઈલ ફોન મળીને કુલ 4,93 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દારૂના નેટવર્ક અંગે પૂછપરછ કરતાં મુખ્ય આરોપી રવિરાજ વાળાનું નામ સામે આવ્યું હતું, જે હાલ પોલીસ પકડથી દૂર છે. વડીયા પોલીસે આ મામલે ગુનો નોંધી ફરાર રવિરાજ વાળાને ઝડપી પાડવા માટે તપાસ ચક્રો ગતિમાન કર્યા છે.