Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમરેલી : Indigenous Jamgari gun seized from Bhuva village of Amreli / Savarkundla: One youth arrested

Amreli / સાવરકુંડલાના ભૂવા ગામમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક જપ્ત: એક યુવકની ધરપકડ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
Amreli / સાવરકુંડલાના ભૂવા ગામમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક જપ્ત: એક યુવકની ધરપકડ
સોર્સ : gstv

અમરેલી જિલ્લામાં ગેરકાયદે હથિયારો ધરાવતા શખસો સામે પોલીસે લાલઆંખ કરી છે. જિલ્લા પોલીસ વડાની સૂચનાથી ગેરકાયદે હથિયારો રાખતા શખસો પર સકંજો કસવા માટે હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ અંતર્ગત, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક સાથે એક યુવકની અટકાયત કરી છે.

App Store

બાતમીના આધારે ભૂવા ગામમાં દરોડો

મળતી માહિતી મુજબ, અમરેલી SOG ટીમ સાવરકુંડલા રૂરલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, આ દરમિયાન બાતમીના આધારે પોલીસે સાવરકુંડલા તાલુકાના ભૂવા ગામમાં દરોડો પાડીને 20 વર્ષીય ઇબ્રાહિમ ઉર્ફે ડિગલો લાડકને એક દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લીધો હતો.

આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો

પોલીસે આરોપીના કબજામાંથી ગેરકાયદે હથિયાર જપ્ત કરીને તેની સામે આર્મ્સ એક્ટ તથા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવી આગળની સઘન તપાસ અર્થે આરોપી તથા મુદ્દામાલ સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યા છે.