મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી LCBએ નકલી પોલીસ ઝડપ્યો, પોલીસની વર્દી પહેરીને મારતો હતો રૌફ

અમરેલી LCB નકલી પોલીસ ઝડપી લીધો છે. પોલીસ નહીં હોવા છતાં પોલીસની વર્દીમાં આંટાફેરા મારતા શખ્સને ઝડપી લીધો હતો. અમરેલીના બસ્ટે

અમરેલી LCBએ નકલી પોલીસ ઝડપ્યો, પોલીસની વર્દી પહેરીને મારતો હતો રૌફ

અમરેલી LCB નકલી પોલીસ ઝડપી લીધો છે. પોલીસ નહીં હોવા છતાં પોલીસની વર્દીમાં આંટાફેરા મારતા શખ્સને ઝડપી લીધો હતો.

અમરેલીના બસ્ટેન્ડ વિસ્તારમાંથી અમરેલી એલસીબીએ નકલી પોલીસને દબોચી લીધો છે. ઉમેશ રાહુલભાઈ વસાવા ગામ ચીતપુર તાપી જિલ્લાના શખ્સને નકલી વર્દી સાથે ઝડપી લીધો છે. આરોપી રાહુલ વસાવા પાસેથી ગુજરાત પોલીસની વર્દી, કેપ, બુટ સહીત 4000 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

3 દિવસ પહેલા અમદાવાદમાંથી ઝડપાયો હતો નકલી ડોક્ટર

રાજ્યમાંથી અવારનવાર બોગસ તબીબો ઝડપાય છે, ડિગ્રી વગર હાટડીઓ ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે. ત્યારે આવો જ એક બોગસ તબીબ અમદાવાદના મેમનગર વિસ્તારમાંથી ઝડપાયો હતો. અમદાવાદની યુનિવર્સિટી પોલીસે આ બોગસ તબીબની ધરપકડ કરી હતી. આ ઝોલાછાપ તબીબનું નામ રૂહીદાસ ઢાલીની છે. છેલ્લા 20 વર્ષથી આ તબીબ બોગસ ક્લિનિક ચલાવતો હતો. ઝડપાયેલ ડોક્ટર મેડિકલ ડિગ્રી કે એલોપેથી દવા બાબતે કોઈ લાયસન્સ વિના પ્રેક્ટિસ કરતો હતો. મેમનગરના ગોપાલનગર વિભાગ 4 ના મુખ્ય રસ્તા પર મનીક્લિનિક નામે દવાખાનું ચલાવતો હતો.

આ સમાચાર શેર કરો