VIDEO: રાજકોટ બેડી યાર્ડમાં વરસાદથી પલળ્યો તલનો જથ્થો ચેરમેને વેપારીઓની બેદરકારી ગણાવી
રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે અચાનક ત્રાટકેલા વરસાદ

રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે અચાનક ત્રાટકેલા વરસાદને કારણે ખેતપેદાશો પલળી જવાની ઘટના સામે આવી છે. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલો કેટલાક વેપારીઓનો તલનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી જતાં કિંમતી માલને ભારે નુકસાન પહોંચ્યું છે. આ સમગ્ર મામલે બેડી યાર્ડના ચેરમેન જયેશ બોઘરાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા પહેલાથી જ તમામ વેપારીઓ અને દલાલોને માલ સુરક્ષિત રાખવા માટે જરૂરી સૂચનાઓ અને તાકીદ કરવામાં આવી હતી. આમ છતાં, કેટલાક વેપારીઓની ઘોર બેદરકારીના કારણે જ આ માલ ખુલ્લામાં રહ્યો અને પલળી ગયો હતો. જોકે, વરસાદ શરૂ થતાં જ યાર્ડ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું હતું અને બાકીના તલના જથ્થાને સુરક્ષિત સ્થળે શેડ નીચે ખસેડવાની કામગીરી કરી હતી. ચોમાસાની સ્થિતિને જોતા ચેરમેને આજે ફરી તમામ વેપારીઓને કડક તાકીદ કરી છે કે કોઈપણ નુકસાનથી બચવા માટે પૂરતી સાવચેતી રાખીને જ યાર્ડમાં માલ ઉતારવામાં આવે.




