મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AMC દ્વારા વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ પાછળ 245 કરોડનો ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે અમદાવા

AMC દ્વારા વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા પ્રાઈવેટ સિક્યોરિટી ગાર્ડ પાછળ 245 કરોડનો ખર્ચ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. જેમાં જાણવા મળી રહ્યું છે કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યો ઉપરાંત સિક્યુરિટી પાછળ પણ મસ મોટો ખર્ચ કરવામાં આવે છે. કોર્પોરેશનની વિવિધ કચેરીઓ, હોસ્પિટલ અને ભવનોમાં બાઉન્સરો તેમજ સુરક્ષા જવાનો રાખવામાં આવ્યા છે. જેમાં AMC દ્વારા છેલ્લા દસ વર્ષમાં સિક્યુરિટી પાછળ ૨૪૫ કરોડનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં એસ્કોર્ટ સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી, પેન્થર સિક્યુરિટી વગેરે જેવી 11 સિક્યુરિટી કંપનીના 1851 ગાર્ડ સુરક્ષાનું કાર્ય કરે છે. આ કંપનીઓના બાઉન્સરો અને સિક્યુરિટી ગાર્ડ પાછળ કોર્પોરેશન દ્વારા મસ્ત મોટી રકમ ખર્ચ કરવામાં આવે છે.

ત્યારે વિપક્ષનું કહેવું છે કે, હોસ્પિટલોમાં તેમજ કોર્પોરેશનની કચેરીઓમાં બાઉન્સર રાખવામાં આવે છે. બાઉન્સરો દ્વારા નાગરિકોને વગર કારણે હેરાન કરવામાં આવે છે. ફરિયાદ લઈને આવતા લોકોને ડરાવવામાં આવે છે. તંત્ર દ્વારા સિક્યુરિટી પાછળ મોટો ખર્ચ કરવામાં આવે છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં કંપનીઓ દ્વારા નિયત કરતા ઓછા સિક્યુરિટી ગાર્ડ મુકાયા હોવાની ઘટના ભૂતકાળમાં સામે આવી હતી. જેમાં વિવિધ કંપનીઓને પેનલ્ટી પણ કરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો