મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઓલપાડ: સાયણમાં ખાડીના પૂર ઓસરતા તંત્ર દ્વારા સફાઈ અને આરોગ્ય કામગીરી શરૂ

ઓલપાડના સાયણ ગામમાં ખાડીના પૂરના પાણી ઓસરવાનું શરૂ થતાં જ તંત્ર

તસવીર: gstv

ઓલપાડના સાયણ ગામમાં ખાડીના પૂરના પાણી ઓસરવાનું શરૂ થતાં જ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા ૨૦ વર્ષમાં પહેલીવાર સાયણમાં આવેલા આ પૂર બાદ, રોગચાળો ફેલાતો અટકાવવા માટે સાયણ ગ્રામ પંચાયત સક્રિય થઈ છે.પંચાયત દ્વારા વિવિધ વિસ્તારોમાં ૧૫૦૦ કિલો જેટલા જંતુનાશક પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પૂરને કારણે રસ્તાઓ પર જમા થઈ ગયેલા કચરા અને કાદવ-કીચડને જેસીબી મશીનની મદદથી દૂર કરવામાં આવ્યા છે. સાથોસાથ, ગ્રામજનોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દવાઓનું વિતરણ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેથી પૂર પછી ફેલાઈ શકતી બીમારીઓ સામે સુરક્ષા મળી શકે.

આ સમાચાર શેર કરો