મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટમાં બ્રિટિશ સમયની ગેબનશાહપીર દરગાહમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ

જૂનાગઢ બાદ હવે રાજકોટમાં પણ ધાર્મિક સ્થળને લઈને વિવાદ સર્જાયો છે. બ્રિટિશ સમયથી સ્થાપિત ગેબનશાહપીર દરગાહમાં

રાજકોટમાં બ્રિટિશ સમયની ગેબનશાહપીર દરગાહમાં કરોડોના ભ્રષ્ટાચારનો આક્ષેપ

જૂનાગઢ બાદ હવે રાજકોટમાં પણ ધાર્મિક સ્થળને લઈને વિવાદ સર્જાયો છે. બ્રિટિશ સમયથી સ્થાપિત ગેબનશાહપીર દરગાહમાં ગેરરીતિ થતી હોવાના આરોપ લગાવવામાં આવ્યા છે. ગેબનશાહપીર દરગાહના પૂર્વ ટ્રસ્ટી અને કોંગ્રેસ માઇનોરીટી સેલના ચેરમેન યુનુસ જુણેજાએ ચુંટણી પ્રક્રિયામાં સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે દરગાહમાં ચાલતા ગેરવહીવટપુર્વક ચાલતા વ્યવહારો સામે સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો : VIDEO: કાંકરેજ મઠના વિવાદ વચ્ચે સંતરામગીરી બાપુના અપહરણ પહેલાનો વીડિયો થયો વાયરલ

યુનુસ જુણેજાએ મુખ્યમંત્રી તેમજ વકફ બોર્ડને પત્ર લખી ન્યાયની માંગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યા હતા કે ગેબીનશાહપીર દરગાહમાં ચુંટણી પ્રક્રિયામાં કરોડો રુપિયાનો ગેરવહીવટ થઈ રહ્યો છે. જેમાં હાલના ટ્રસ્ટીઓ દરગાહને પોતાની સમજી વહીવટ ચલાવે છે.

આ સમાચાર શેર કરો