VIDEO:મહેનતાણું ન ચૂકવ્યાનો આક્ષેપ, અભિનેત્રી મમતા સોનીનો ભાજપ નેતા સામે આક્રોશ
ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રી મમતા સોનીએ કઠલાલના યુવા ભાજપ નેતા

ગુજરાતી ફિલ્મ જગતની અભિનેત્રી મમતા સોનીએ કઠલાલના યુવા ભાજપ નેતા અને સરપંચ દિપક ડાભી સામે આક્ષેપો કર્યા છે. મમતા સોનીના જણાવ્યા અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં તેમની પાસે ત્રણ કાર્યક્રમો કરાવ્યા હતા, પરંતુ નક્કી કરાયેલ મહેનતાણું આજદિન સુધી ચૂકવવામાં આવ્યું નથી.અભિનેત્રીએ આક્ષેપ કર્યો છે કે જ્યારે તેઓ પોતાની મહેનતાણાની રકમની ઉઘરાણી કરે છે, ત્યારે દિપક ડાભી તેમને મારી નાખવાની ધમકી આપે છે. આ વિવાદનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. જોકે, આ વાયરલ વીડિયોની પુષ્ટિ જીએસટીવી નથી કરતું...




