પારડીમા ખેપિયાનો કિમીયો ઉજાગર, ખાલી દેખાતા ડમ્પરમાં આ રીતે થતી દારૂની હેરાફેરી
દારૂ હેરાફેરી માટે પોલીસથી બચવા ખેપિયાઓ કાર,બાઈક કે પછી નાના ટેમ્પામાં ચોર ખાના બ

દારૂ હેરાફેરી માટે પોલીસથી બચવા ખેપિયાઓ કાર,બાઈક કે પછી નાના ટેમ્પામાં ચોર ખાના બનાવતા થયા છે. મોટા ટ્રક, ડમ્પર, કન્ટેનર જેવા વાહનોમાં ખેપિયાઓ કોઈને કોઈ સામાનની આડમાં દારૂ હેરાફેરી કરતા હોય છે. ત્યારે આ વખતે પારડી પોલીસે ચોર ખાના બનાવી હેરાફેરી કરતુ એક ડમ્પર ઝડપી પાડ્યું છે. આ ડમ્પર એક સમયે ખાલી જણાયું હતું. પરંતુ પારડી પોલીસે ઝીણવટ ભરી તલાશી લેતા તેમાંથી 11.83 લાખનો દારૂ મળી આવ્યો હતો. જેથી પોલીસે દારૂ અને ડમ્પર મળી કુલ રૂ 21. 83 લાખનો મુદ્દામાલ કબ્જે લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ચાલક નાસી ગયો
કલસર ચેકપોસ્ટ પર દમણથી આવતા તમામ વાહનોનું સઘન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક ડમ્પર નં GJ-05-AV-0222 આવતા પોલીસે અટકાવ્યું હતું. તલાશી કરે તે પહેલા ડમ્પર ચાલક ડમ્પર મૂકી ત્યાંથી ફરાર થઇ ગયો હતો. આ ડમ્પરની તલાશી લેતા ડમ્પર એક નજરે ખાલી જણાઈ હતું. પરંતુ ખેપિયો ફરાર થયો હતો.
ચોરખાના મળ્યા
એક નજરે ખાલી જણાયેલું ડમ્પરની ફરી ઝીણવટ ભરી તલાશી લેતા જેમાં પાછળના ભાગે ચોર ખાના મળ્યા હતા. જેમાં નીચેના ભાગે લોખંડની પ્લેટ મૂકી બેથી અઢી ફૂટનું ખાનું બનાવ્યું હતું. જે પ્લેટ ખસેડી જોતા પોલીસ વિદેશી દારૂના બોક્ષ નંગ 238 જેની કિંમત રૂ 11,83,200/-નો જથ્થો મળી આવતા દારૂ અને ડમ્પર મળી પારડી પોલીસે 21,83,200\-નો મુદ્દામાલ કબજે લઇ ચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે અને ડમ્પર નંબર આધારે આરોપીઓ સુધી પહોંચવાના ચક્રોગતિમાન કર્યા છે.આમ પારડી પોલીસને ડમ્પરમાં ચોર ખાના બનાવી દારૂ હેરાફેરી કરવાની તરકીબને નિષ્ફળ બનાવવામાં સફળતા મળી છે






