Weather Forecast in Gujarat: ગુજરાતમાં આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું ઓરેન્જ એલર્ટ

Weather forecast in Gujarat: ગુજરાતમાં ઘણાં સમયથી વિરામ બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 ઓગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે આજે 21 ઓગસ્ટે ગુજરાતમાં ઓરેજન્ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અપાઈ છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે, ત્યારે હવામાન વિભાગે આવતા 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવી છે. આ ઉપરાંત દરિયામાં ભારે કરન્ટ રહેવાથી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. ગુજરાતમાં આજે હવામાન વિભાગે ભારે વરસાદ વરસવાનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
ગુજરાતમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ
આજે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેને લઈ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય ઉત્તર ગુજરાતના રાજ્યો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં ભારે વરસાસને લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

