VIDEO: પીએમ મોદીની ડિગ્રી વિવાદ કેસમાં કેજરીવાલને સેશન્સ કોર્ટથી ઝટકો
સોર્સ : gstv
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી મુદ્દે ચાલી રહેલા વિવાદમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને સેશન્સ કોર્ટમાંથી ઝટકો મળ્યો છે. પીએમની શૈક્ષણિક લાયકાત અને ડિગ્રી સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાની રિવિઝન અરજી કોર્ટે ફગાવી દીધી છે. કેજરીવાલે મેટ્રો કોર્ટના 10 માર્ચ, 2026ના આદેશને પડકાર્યો હતો, પરંતુ કોર્ટે ગુજરાત યુનિવર્સિટીના વકીલની દલીલોને માન્ય રાખી. યુનિવર્સિટીએ દલીલ કરી હતી કે આરોપી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ દ્વારા કરવામાં આવેલી માંગ માત્ર "ફિશિંગ ઇન્કવાયરી" સમાન છે અને પહેલા વિવાદિત નિવેદનો આપ્યા બાદ તેને યોગ્ય ઠેરવવા માટે આવા પ્રયાસો કરવામાં આવ્યા હતા. કોર્ટે આ દલીલોને સ્વીકારી અરજી નામંજૂર કરી દીધી.

