Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: People busy with Diwali shopping warned by Karanj police

VIDEO: Diwaliની ખરીદીમાં વ્યસ્ત લોકોને કારંજ પોલીસની ટીમ દ્વારા સાવચેત કરાયા

Timeછેલ્લું અપડેટ : 15 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: દિવાળીના તહેવારો આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદ શહેરના મધ્યમાં આવેલા લાલ દરવાજા પાસે બજારમાં ખરીદી કરી રહેલા સેંકડો લોકોને કારંજ પોલીસ દ્વારા સાવચેત કરવામાં આવ્યા હતા.

App Store

દિવાળીની ખરીદીમાં મશગૂલ લોકો પોતાના સામાન, મોબાઈલ અને બાળકોને પણ ભૂલી જઈને ખરીદી કરવામાં રાચતા હોય છે. જેથી કારંજ પોલીસ દ્વારા જાહેર હિતમાં ધ્યાનને લઈ લોકોને સાવધાન કરવાના અભિયાન રૂપે એક વિશેષ ટીમ બનાવી ભીડ ભાડ ધરાવતા સ્થળો પર જઈને લોકોને સમજાવ્યા અને પર્સ, મોબાઈલ અને બાળકોની ઉપાડી જવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, અમુક સાવધાન લોકોએ પોલીસને પણ અટકાવ્યા હતા. બાકી અન્ય લોકો ખરીદીમાં વ્યસ્ત જણાયા હતા. પોલીસે ચોર બનીને લોકોને સમજાવ્યા હતા. કેટલાક લોકો તો પોતાના વ્હાલસોયાં બાળકોને ભીડમાં ખરીદીમાં ભૂલીને ખરીદતા નજરે પડયા હતા. જેથી પોલીસે આવા લોકોને વ્યવસ્થિત રીતે સાવધાની રાખવા સમજાવ્યા હતા.

જેથી લોકોએ સામેથી પોલીસની વાત શાંતિથી સાંભળીને હવે આગળથી ધ્યાન રાખવાની વાત સ્વીકારી હતી. કારંજ પોલીસની વિવિધ ટીમ બજારમાં ચોર બનીને ફરતી રહી અને ખરીદી કરતા લોકોને એલર્ટ રહેવા જણાવ્યા હતા. લોકોએ પોલીસની આ કામગીરીની ભરપૂર પ્રશંસા કરી હતી.