VIDEO: ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
સોર્સ : GSTV
લાંબી રાહ જોવડાયા બાદ રાજ્યમાં આખરે ચોમાસાનું વિધિવત આગમન થયું છે. હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરતા જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે ચોમાસાની એન્ટ્રી થઈ છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાને કારણે આગામી દિવસોમાં વરસાદનું જોર રહેશે.હવામાન વિભાગે સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ગાજવીજ અને 40 થી 50 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

