Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gujarat's dominance in innovation: Trademarks doubled in 5 years, international conference brainstorms on the future of IP and AI

VIDEO: ઈનોવેશનમાં ગુજરાતનો દબદબો: 5 વર્ષમાં ટ્રેડમાર્ક બમણા થયા, ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં IP અને AIના ભવિષ્ય પર મંથન

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: આજના સ્પર્ધાત્મક યુગમાં હવે માત્ર જમીન કે મિલકત જ સંપત્તિ નથી, પણ તમારા મગજમાં ઉદભવેલો વિચાર એ સૌથી મોટી મૂડી છે! 'Intellectual Property' એટલે કે બૌદ્ધિક સંપદાના આ મહત્વને ઉજાગર કરવા અમદાવાદમાં એક ભવ્ય આંતરરાષ્ટ્રીય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. 13 અને 14 ફેબ્રુઆરીના આ બે દિવસીય સેમિનારમાં ભારત સહિત USA, તાઈવાન, મલેશિયા અને સાઉથ કોરિયા જેવા 6 દેશોના દિગ્ગજ નિષ્ણાતો એક મંચ પર આવ્યા છે. ચર્ચાનો મુખ્ય વિષય છે - IP અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નું ગ્લોબલ ગવર્નન્સ.

App Store

નિષ્ણાતોનું માનવું છે કે AI એ સંશોધનની દુનિયામાં ક્રાંતિ લાવી છે
શોધ માટે પહેલા વર્ષો લાગતા હતા, તે હવે AIની મદદથી થોડા જ સમયમાં શક્ય બની રહ્યા છે. વિશ્વના વૈજ્ઞાનિકો અને ઉદ્યોગસાહસિકો માટે હવે સરહદો ગૌણ બની છે. જોકે, ટેકનોલૉજી જેટલી આશીર્વાદરૂપ છે એટલી જ જોખમી પણ છે. સેમિનારમાં AIની નકારાત્મક અસરો પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી, સેલિબ્રિટીઝ અને સામાન્ય લોકોના ડીપફેક (ખોટા) વીડિયો અને ફોટા બનાવીને દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા એક જ વર્ષમાં આવા અંદાજિત 20થી વધુ ગંભીર કિસ્સાઓ સામે આવ્યા છે, જે સાયબર સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઉભો કરે છે. ગુજરાત હવે માત્ર વેપારમાં જ નહીં, પણ સંશોધનમાં પણ દેશનું નેતૃત્વ કરી રહ્યું છે. છેલ્લા 5 વર્ષના આંકડા રાજ્યની પ્રગતિની સાક્ષી આપે છે.         

કેટેગરી  5 વર્ષ પહેલા      અત્યારે      વધારો
પેટન્ટ (Patent)   1,000       1 2,700 
ટ્રેડમાર્ક (Trademark)  1,00,000     2,00,000   170%
       

આજે ઈનોવેશનની ગતિ વધી છે. AIના કારણે સંશોધનો ઝડપી બન્યા છે, પણ તેની સાથે તેની નકારાત્મક અસરો અને લીગલ ફ્રેમવર્કને સમજવું એટલું જ જરૂરી છે. ગુજરાતમાં જે રીતે પેટન્ટની સંખ્યા વધી છે તે દર્શાવે છે કે આપણું યુવાધન હવે 'કોપી' કરવાને બદલે 'ક્રિએટ' કરવામાં માને છે. આમ, અમદાવાદમાં યોજાયેલું આ સંમેલન એ સ્પષ્ટ કરે છે કે આવનારું ભવિષ્ય એ લોકોનું જ હશે જેમની પાસે પોતાની બૌદ્ધિક સંપદાનું રક્ષણ કરવાની તાકાત હશે. ટેકનોલૉજીનો સાચો ઉપયોગ અને કાયદાકીય જાગૃતિ જ ભારતને 'ગ્લોબલ ઈનોવેશન હબ' બનાવશે.