Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Gujarat Weather Update: The state is experiencing double seasons, the temperature will increase in the next 48 hours, know the forecast of the Meteorological Department

VIDEO: Gujarat Weather Update રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ, આગામી 48 કલાકમાં ગરમીનો પારો વધશે, જાણો હવામાન વિભાગની આગાહી

Timeછેલ્લું અપડેટ : 16 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં શિયાળો હવે છેલ્લા તબક્કામાં હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યભરમાં અત્યારે 'મિક્સ ઋતુ' એટલે કે બેવડી ઋતુની અસર જોવા મળી રહી છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે આકરા તાપનો અનુભવ થઈ રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે મહત્વની આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 48 કલાક બાદ રાજ્યના તાપમાનમાં હજુ 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે.

App Store

તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, ઠંડીનું જોર હવે ક્રમશઃ ઘટી રહ્યું છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું છે, જ્યારે ડીસામાં પારો 35 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. નોંધનીય છે કે, ડીસા શહેરમાં નોંધાયેલું આ તાપમાન સામાન્ય કરતાં 4 ડિગ્રી વધુ છે, જે સૂચવે છે કે આ વર્ષે ફેબ્રુઆરીમાં જ ગરમીનો મિજાજ આકરો રહેશે.

ફેબ્રુઆરીમાં ગરમી વધવાની શક્યતા
હવામાન વિભાગના મતે લઘુત્તમ અને મહત્તમ એમ બંને તાપમાનમાં આગામી દિવસોમાં વધારો થશે. ફેબ્રુઆરી માસ દરમિયાન તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાની પૂરી શક્યતા છે. આ બદલાતા હવામાનને કારણે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ, ખાસ કરીને શરદી-ઉધરસના કેસોમાં પણ વધારો થઈ શકે છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતા હવે સૂકી ગરમીનો અનુભવ થશે.