VIDEO: અમદાવાદમાં યુવતીએ 7મા માળેથી કૂદી જીવન ટૂંકાવ્યું
સોર્સ : gstv
અમદાવાદના સિંગરવા વિસ્તારમાં આવેલી અધ્યાય રેસિડન્સીમાં 22 વર્ષીય શીતલ દાસ નામની યુવતીએ સાતમા માળેથી કૂદી આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હોવાનું જણાવાઈ રહ્યું છે. પરિવારના જણાવ્યા મુજબ યુવતીની ઓળખાણ એક કથિત તાંત્રિક સાથે થઈ હતી અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. લગ્નની વાત આવતા યુવક પરણિત અને બે સંતાનોનો પિતા હોવાનું સામે આવતાં યુવતી માનસિક તણાવમાં હતી. પરિવારનો આરોપ છે કે ઘટના પહેલા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આત્મહત્યાનું ચોક્કસ કારણ તપાસ બાદ જ સ્પષ્ટ થશે.

