Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: 'Drought' occurred in Maninagar, Ahmedabad without rain, public is disturbed by the slow pace of the administration's work for 10 days

VIDEO: અમદાવાદના મણિનગરમાં વગર વરસાદે 'ભુવો' પડ્યો,10 દિવસથી તંત્રની મંથર ગતિએ ચાલતી કામગીરીથી જનતા પરેશાન

Timeછેલ્લું અપડેટ : 04 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: મેગા સિટી અમદાવાદમાં વરસાદ હોય કે ન હોય, પરંતુ ભુવા પડવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા ગીચ અને વ્યસ્ત મણિનગર વિસ્તારમાં તાજેતરમાં વગર વરસાદે એક મોટો ભુવો પડ્યો હતો. મણિનગર પોલીસ ચોકી જેવા સંવેદનશીલ અને વ્યસ્ત વિસ્તાર પાસે જ આ ભુવો પડતા સ્થાનિકો અને વાહનચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

App Store

દસ દિવસથી કામગીરી ઠપ્પ
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે આ ભુવો પડ્યાને હવે દસ દિવસ કરતાં પણ વધુ સમય વીતી ગયો છે. સામાન્ય રીતે આવા વ્યસ્ત રસ્તાઓ પર તાત્કાલિક મરામત થવી જોઈએ, પરંતુ મણિનગરના આ કિસ્સામાં કોર્પોરેશનની કામગીરી અત્યંત મંથર ગતિએ ચાલી રહી છે. સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા માત્ર આડશ મૂકીને સંતોષ માની લેવામાં આવ્યો છે, પરંતુ ખરેખરું સમારકામ હજુ પૂર્ણ થયું નથી.

વાહનચાલકો અને ટ્રાફિકની સમસ્યા
મણિનગર પોલીસ ચોકી પાસેનો આ રસ્તો રેલવે સ્ટેશન અને બજારને જોડતો હોવાથી અહીં સતત ટ્રાફિકની અવરજવર રહે છે. ભુવાને કારણે રસ્તો સાંકડો થઈ ગયો છે, જેનાથી પીક અવર્સમાં ટ્રાફિક જામની ગંભીર સમસ્યા સર્જાય છે. રાત્રિના સમયે અંધારામાં આ ભુવો કોઈ મોટા અકસ્માતને આમંત્રણ આપી શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.