Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Cold wave grips Gujarat: Naliya is the coldest city in the state with 9 degrees, know the forecast for the next 7 days

VIDEO: ગુજરાતમાં ઠંડીનો આકરો મિજાજ: નલિયા 9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડું શહેર, જાણો આગામી 7 દિવસની આગાહી

Timeછેલ્લું અપડેટ : 08 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં શિયાળાની જમાવટ વચ્ચે હવામાન વિભાગે મહત્વની આગાહી કરી છે. આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વાતાવરણ મુખ્યત્વે શુષ્ક રહેશે અને તાપમાનમાં કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.

App Store

નલિયા બન્યું 'મિની કાશ્મીર'

કચ્છનું નલિયા હાલ રાજ્યનું સૌથી ઠંડુંગાર શહેર બન્યું છે, જ્યાં લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં એટલે કે 9 ડિગ્રી નોંધાયું છે. નલિયા ઉપરાંત સૌરાષ્ટ્રના રાજકોટ અને ભૂજમાં પણ પારો 10 ડિગ્રીની આસપાસ રહેતા લોકો ઠૂઠવાયેલા જોવા મળ્યા હતા.

અમદાવાદમાં ઠંડીની સ્થિતિ

હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં અમદાવાદનું લઘુતમ તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. કેટલાક વિસ્તારોમાં તાપમાન 1થી 2 ડિગ્રી નીચું જઈ શકે છે, જ્યારે અમુક ભાગોમાં પારો સામાન્ય કરતાં વધુ રહી શકે છે. પવનની દિશા ઉત્તર-પૂર્વની હોવાથી શહેરીજનોને વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થશે.

પવનની ગતિ અને દરિયાકાંઠાનું વાતાવરણ

કૉસ્ટલ (દરિયાકાંઠાના) વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો જોવા મળશે. અહીં પ્રતિ કલાકે 15થી 20 કિલોમીટરની ઝડપે ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાની શક્યતા છે. પવનોના કારણે ઠારમાં વધારો થશે, જોકે સમગ્ર રાજ્યમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને વાતાવરણ શુષ્ક રહેશે.