VIDEO: સસ્તા અનાજના દુકાનદારોએ પડતર માંગણીઓને લઈ આપી અસહકાર આંદોલનની ચિમકી
VIDEO: અમદાવાદ શહેરમાં આવેલી પંદર ઝોનલ કચેરીઓના રેશનસંચાલકોઓ પ્રમુખ પ્રહ્લાદ મોદીના માર્ગદર્શનમાં અન્ન અને નાગરિક પુરવઠા નિયંત્રકની કચેરીમાં મદદનીશ પુરવઠા નિયંત્રક પાર્થ પટેલને આવેદનપત્ર પાઠવી રાજ્યના 17 હજારથી વધુ રેશનસંચાલકોની વિવિધ પડતર માગણીઓ અને કમિશન વધારવા તેમજ તકેદારી સમિતિના 80% સભ્યોની ફિંગર પિન્ટથી જથ્થો રેશન દુકાનોમાં ઉતારવાના પરિપત્રનો વિરોધ દર્શાવવા આ ઉપરાંત સર્વરની કાયમી સમસ્યાઓ દૂર કરવાની માંગણીને લઈ આવેદનપત્ર આપ્યું હતું.
રેશન જથ્થો જે તે ગોદામથી આવે ત્યારે પચાસ કિલોની અનાજની બારદાન વાળી થેલીમાં પડતી પાંચેક કિલો જેટલી ઘટને દૂર કરી કમિશનમાં વધારા સાથે તેની વિસંગતતા ઓ દૂર થાય અને મહિનાની શરૂઆત સાથે જ રેશનસંચાલકો ઓના ખાતામાં જમા થઈ જાય તેવી બાબતોની રજૂઆત રાજ્ય સરકારના પુરવઠા વિભાગ સુધી પહોંચાડવા માટે લાલદરવાજામાં આવેલી પુરવઠા કચેરીમાં રુબરુ રેશન સંચાલકો દ્વારા આવેદનપત્ર આપવામા આવ્યું હતું.
સાથે સાથે જો આ પડતર માગણી ઓ નહિ સ્વીકારવા મા આવશે તો આગામી 1લી નવેમબરથી અસહકારના આંદોલનના શ્રીગણેશ કરવા સાથે વિતરણ વ્યવસ્થા થી અળગા રહ્યીને પરમિટ કે વિવિધ જણસીઓના ચલણો જનરેટ નહિ કરવા સાથે તેના રુપિયા ભરવાથી દૂર રહીને રેશનજથ્થો જે તે રેશનદુકાનોમાં વિતરણ માટે ઉતારવામાં કે ઉપાડવામા આવશે નહિ તે બાબતની રજૂઆત લેખિતમા આવેદનપત્ર પાઠવીને કરવામાં આવી હતી.

