Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / ભાવનગર : VIDEO: Due to heavy rains, a woman in labor was taken to the hospital in a boat in Mahuva

VIDEO: ભારે વરસાદને લીધે મહુવામાં પ્રસૂતાને હોડકામાં બેસાડી હોસ્પિટલ ખસેડવામાં આવી

Timeછેલ્લું અપડેટ : 27 Oct 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાતમાં છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવામાં ભારે વરસાદને લીધે એક ગર્ભવતી મહિલાને પ્રસૂતિ માટે હોડકામાં બેસાડીને હોસ્પિટલમાં લઈ જવાની નોબત આવી હતી. ભારે વરસાદના કારણે મહુવા બંદર અને લાઈટ હાઉસ જવાનો રસ્તો સંપૂર્ણ બંધ થઈ ગયો હતો. ભારે વરસાદથી બંધારણમાં પાણી આવી જતા કોઝ-વે ઉપર પાણી ફરી વળ્યા હતા. જેના લીધે મહુવા બંદર ખાતે રહેતા એક મહિલાને પ્રસૂતિની પીડા થતા ડિલિવરી માટે પાણીમાં ચાલતા નાના હોડકામાં લઈ જવી પડી.

App Store

મહુવા બંદર ખાતે રહેતી મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા તેની સારવાર માટે 108ની એમ્બ્યુલન્સ તો આવી પરંતુ સામે કાંઠે જ અટવાઈ રહી. કારણ કે, રસ્તામાં વરસાદી પાણી બે કાંઠે વહેતા કોઈ હિસાબે 108 સામે પાર જઈ શકે તેમ નહોતી. જેથી સ્થાનિક લોકોએ પ્રસૂતિ માટે મહિલાને લઈ જવા માટે નાનકડી હોડીની વ્યવસ્થા કરી આપી હતી. જેમાં પ્રસૂતા મહિલાને હોડીમાં બેસાડી સામે કાંઠે લઈ જવાની ગામ લોકોને ફરજ પડી હતી.