Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Big success in drug-free Gujarat campaign, court sends drug peddlers of Fatewadi behind bars

VIDEO: ડ્રગ્સ મુક્ત ગુજરાત અભિયાનમાં મોટી સફળતા, ફતેવાડીના ડ્રગ પેડલર્સને કોર્ટે જેલના સળિયા પાછળ ધકેલ્યા

Timeછેલ્લું અપડેટ : 04 Jan 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ગુજરાત સરકારની ડ્રગ્સ વિરોધી ઝૂંબેશ વચ્ચે અમદાવાદની સ્પેશિયલ NDPS (Narcotic Drugs and Psychotropic Substances) કોર્ટે એક મોટો અને સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. શહેરના સરખેજ-ફતેવાડી વિસ્તારમાં MD ડ્રગ્સના ગેરકાયદેસર વેચાણના કેસમાં કોર્ટે એક મહિલા સહિત ત્રણ આરોપીઓને દોષિત ઠેરવી સખત કેદ અને લાખો રૂપિયાના દંડની સજા ફટકારી છે.

App Store

શું હતો સમગ્ર મામલો?

વર્ષ-2023માં અમદાવાદ SOG (Special Operations Group) ક્રાઇમે ગુપ્ત બાતમીના આધારે ફતેવાડી વિસ્તારમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પાસેથી 69.670 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ડ્રગ્સની નાની-નાની પડીકીઓ બનાવીને આ શખ્સો છૂટક વેચાણ કરતા હતા. પોલીસે સબાનાબાનુ મિરઝા, જાવેદખાન ઉર્ફે બાબા બલોચ અને વસીમ અહેમદ શેખ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

કોર્ટે સંભળાવી આકરી સજા સ્પેશિયલ NDPS કોર્ટે સરકારી વકીલ દિલીપસિંહ ઠાકોરની ધારદાર દલીલો અને પુરાવાઓને ગ્રાહ્ય રાખ્યા હતા. કોર્ટે નોંધ્યું કે ડ્રગ્સનું વેચાણ સમાજ માટે ખતરારૂપ છે.

જાવેદખાન ઉર્ફે બાબા બલોચ: 10 વર્ષની સખત કેદ અને 2 લાખ રૂપિયાનો દંડ.

સીમ અહેમદ શેખ: 5 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ.

શબાનાબાનુ મિરઝા: 5 વર્ષની કેદ અને 1 લાખ રૂપિયાનો દંડ.

વર્ષની શરૂઆતમાં જ મોટો ચુકાદો વર્ષ 2026ની શરૂઆતમાં જ ડ્રગ્સના બીજા કેસમાં આ અગત્યનો ચુકાદો આવતા ડ્રગ માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. સરકારી વકીલની દલીલ હતી કે આવા તત્વોને આકરી સજા મળવાથી યુવાધનને બરબાદ થતું બચાવી શકાય છે.