Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Big decision of AMC in Subhash Bridge matter

VIDEO:સુભાષ બ્રિજ મામલે AMCનો મોટો નિર્ણય

Timeછેલ્લું અપડેટ : 25 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સુભાષ બ્રિજનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. બેઠકમાં જણાવાયું કે બ્રિજનું વિગતવાર ઇન્સ્પેક્શન ન થતાં પિલરમાં રહેલી ક્ષતિ સમયસર સામે આવી નહોતી. તપાસ દરમિયાન ગર્ડરની નબળાઈ પણ ધ્યાનમાં આવી ન હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે. સુભાષ બ્રિજની ઘટના બાદ AMCએ મહત્વનો નિર્ણય લીધો છે, જેમાં 30 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ અંગે શાસકપક્ષના હોદ્દેદારોને અગાઉથી જાણ કરવાની સૂચના આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ખામીઓ ટાળવા માટે મોનિટરિંગ અને ઇન્સ્પેક્શન પ્રક્રિયા વધુ કડક બનાવવાની પણ ચર્ચા કરવામાં આવી હતી.

App Store
ટોપિક્સ:GSTVGSTV NEWSamc