Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: Ahmedabad: Teacher caught sexually harassing minor student in Dholka

VIDEO: અમદાવાદઃ ધોળકામાં સગીર વિદ્યાર્થીની જાતીય સતામણી કરતો શિક્ષક ઝડપાયો

Timeછેલ્લું અપડેટ : 20 Jun 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદના ધોળકામાં ગુરુ શિષ્યના પવિત્ર સંબંધને શર્મસાર કરતી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં સરકારી કુમાર શાળા નંબર ૪ ના ૪૯ વર્ષીય શિક્ષક વિજય સોલંકીએ 13 વર્ષના માસૂમ વિદ્યાર્થીની જાતીય સતામણી કરી હતી. નરાધમ શિક્ષકે ધોરણ 8 ના આ વિદ્યાર્થીને કોમ્પ્યુટર રૂમની ચાવી આપવાના બહાને બોલાવી, ડરાવી-ધમકાવીને બાળકના કપડાં ઉતરાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા, તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગભરાયેલા બાળકે આ અંગે પિતાને જાણ કરતાં જ ધોળકા ટાઉન પોલીસે ત્વરિત એક્શન લઈને આરોપી શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તેને જેલભેગો કર્યો છે. છેલ્લા 25 વર્ષથી નોકરી કરતા આ શિક્ષકે અન્ય કોઈ બાળકને પણ શિકાર બનાવ્યો છે કે કેમ, તે દિશામાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

App Store