Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: After the cold snap in Gujarat, the Meteorological Department's important forecast of bone-chilling cold

VIDEO: ગુજરાતમાં માવઠા બાદ હવે હાડ થીજવતી ઠંડીની હવામાન વિભાગની મહત્ત્વની આગાહી

Timeછેલ્લું અપડેટ : 13 Nov 2025
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

 VIDEO: ગુજરાતમાં કમોસમી વરસાદે વિરામ લીધા બાદ તરત તીવ્ર ઠંડીનો પ્રારંભ થઈ ચુક્યો છે. દિવાળીના તહેવારો પૂર્ણ થયા બાદ ઠંડી વધી જતી હોય છે, પરંતુ આ વખતો 15 દિવસો સુધી માવઠાએ ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો છે. દાહોદ જેવા અંતરિયાળ જિલ્લામાં સૌથી વધુ ઠંડીનો રેકોર્ડ પણ થઈ જતો હોય છે. હવામાન વિભાગે આગામી દિવસોને લઈ આગાહી કરી છે. જેમાં આવતા 7 દિવસ રાજ્યમાં વાતાવરણ સુકું રહેશે. આ ઉપરાંત આગામી 7 દિવસ તાપમાન પણ યથાવત્ રહેશે. ઉત્તર પૂર્વના પવનો ફુંકાતા ગુજરાતમાં  તાપમાનમાં સતત નીચું નોંધાતા હાડ થીજવતી ઠંડી પડશે.

ગુજતારમાં છેલ્લા એક સપ્તાહથી ઠંડીમાં વધારો થયો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, રાજ્યમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે જેથી તાપમાનમાં સતત ઘટાડો આવી રહ્યો છે. આ તમામ કારણોથી ઠંડી વધી રહી છે. આજે દાહોદનું મહત્ત્મ તાપમાન 11.5 ડિગ્રી નોંધાયું હતું. જે રાજ્યનું સૌથી નીચું તાપમાન રહ્યું હતું.  રાજ્યમાં પવનો સાથે ભેજ  આવી રહ્યો છે જેના કારણે રાજ્યના પશ્ચિમ વિસ્તારના શહેરનું તાપમાન યથાવત છે.જ્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાય રહ્યા છે જેના કારણે રાજ્યના પૂર્વ ભાગમાં તાપમાન નીચું નોંધાય રહ્યું છે. 

App Store