Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : VIDEO: A reckless BRTS driver rammed into 4 vehicles including a bus near ISKCON intersection

VIDEO: ઈસ્કોન ચાર રસ્તા પાસે બેફામ BRTS ચાલકે એક બસ સહિત 4 વાહનોને મારી ટક્કર, સદનસીબે જાનહાની ટળી

Timeછેલ્લું અપડેટ : 29 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાંથી મોટા અહેવાલ સામે આવ્યા છે. અમદાવાદના ઈસ્કોન જંકશન પર વહેલી સવારે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે બેફામ BRTS ચાલકે અન્ય BRTS અને ત્રણ રીક્ષાને ટક્કર મારી હતી. બન્ને બસોમાં મુસાફરો સવાર હતા. થોડાક સમય માટે મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સદનસીબે જાનહાની ટળી હતી.

App Store

BRTS ચાલકે પાર્ક કરેલી રીક્ષાનો ટક્કર મારી હતી 

BRTS ચાલકે પાર્ક કરેલી રીક્ષાનો ટક્કર મારી હતી જેમાં બે રીક્ષાનો તો કચ્ચરઘાણ વળી ગયો હતો. મળતા અહેવાલ પ્રમાણે એક મહિલાને સામાન્ય ઈજાઓ પહોંચી છે. તો બીજી તરફ હવે એ જોવાનું રહ્યું કે તંત્ર શું પગલા લે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ BRTS બસોએ અકસ્માતો સર્જાય છે, તો બીજી તરફ એ પણ સવાલ ઉભો થયો છે કે  ક્યારે અટકશે આ રફતારના રાક્ષસોનો આતંક.