VIDEO: અમદાવાદના કૃષ્ણનગરમાં ૫૦ લાખની ફિલ્મી ઢબે લૂંટ, ગઠિયાઓ ફરાર
સોર્સ : gstv
અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં ધોળા દિવસે ૫૦ લાખની લૂંટની ઘટના સામે આવી છે. મારુતિ પ્લાઝામાં આવેલી એ.ડી.સી. બેંક સામે ગઠિયાઓએ ફિલ્મી ઢબે આ લૂંટને અંજામ આપ્યો હતો. ગઠિયાઓએ કાર ચાલકનું ધ્યાન ભટકાવવા માટે પહેલા તેમની ગાડી સાથે બાઈક અથડાવી તકરાર કરી હતી, અને તે દરમિયાન જ બીજી બાઈક પર આવેલા હેલ્મેટધારી બે અજાણ્યા શખ્સોએ ગાડીનો કાચ તોડી રૂ. ૫૦ લાખ ભરેલી બેગની તફડંચી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે અને સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે.

