Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : The Meteorological Department has predicted rain in Gujarat

Gujaratમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘરાજાની એન્ટ્રી

Timeછેલ્લું અપડેટ : 16 Jun 2026
લાઇવ ટીવીGoogle News
Gujaratમાં વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં થશે મેઘરાજાની એન્ટ્રી
સોર્સ : AI

રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે વધુ એક આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જોકે 19 જૂનથી ફરી હવામાન સૂકું થવાની શક્યતા છે. 

App Store

આગામી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 18 જૂનથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વાતાવરણમાં ફેરફાર જોવા મળશે. દક્ષિણપશ્ચિમના પવનો ફૂંકાવાને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યમાં સામાન્ય વરસાદની શક્યતા છે, જેમાં આજે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદ વરસી શકે છે.

ચોમાસાના વિધિવત આગમન માટે હજુ જોવી પડશે રાહ 

જ્યારે 17 અને 18 જૂનના રોજ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે, જોકે 19 જૂનથી ફરી હવામાન સૂકું થવાની શક્યતા છે. આગામી 4 થી 5 દિવસમાં ચોમાસું આગળ વધશે, પરંતુ ગુજરાતમાં વિધિવત આગમન માટે હજુ થોડી રાહ જોવી પડશે.