Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Terror of smugglers in Smart City, police kept sleeping and 100 liters of diesel was stolen from an ST bus!

Ahmedabad: સ્માર્ટ સિટીમાં તસ્કરોનો આતંક, પોલીસ ઊંઘતી રહી અને ST બસમાંથી 100 લિટર ડીઝલ ચોરાયું!

Timeછેલ્લું અપડેટ : 27 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad: સ્માર્ટ સિટીમાં તસ્કરોનો આતંક, પોલીસ ઊંઘતી રહી અને ST બસમાંથી 100 લિટર ડીઝલ ચોરાયું!
સોર્સ : AI

Ahmedabad: અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાામાં વધારો થઈ રહ્યો છે. હવે બોપલમાં આવેલા લાલગેબી આશ્રમના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ST બસને તસ્કરોએ નિશાન બનાવી છે. અહીં પાર્ક કરેલી ST બસમાંથી તસ્કરો 100 લિટર જેટલું ડીઝલ ચોરી કરીને ફરાર થઈ ગયા છે. આ ઘટના અંગે બસના ડ્રાઈવરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 

App Store

રાત્રિ રોકાણ માટે બસ પાર્ક કરી હતી
ST ડ્રાઈવર પરસોત્તમકુમાર બારીયાએ આ ડીઝલ ચોરી અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ, ગત તારીખ 21 ફેબ્રુઆરીએ તેઓ સુરત-અમદાવાદ-બોપલ રૂટની બસ લઈને આવ્યા હતા. તેમણે રાત્રિ રોકાણ માટે લાલગેબી આશ્રમ ખાતે બસ પાર્ક કરી હતી. આ પછી તેઓ અહીં જ એક ઓટલા પર સૂઈ ગયા હતા અને ગાઢ નિદ્રામાં હતા. 

ટાંકીનું ઢાંકણ તૂટેલું દેખાયું
જે બાદ વહેલી સવારે તેઓ બસ ઉપાડવા માટે જાગ્યા ત્યારે ટાંકીનું ઢાંકણ તૂટેલું જોવા મળ્યું હતું. જે બાદ બસમાં ડીઝલનો કાંટો પણ ઓછો બતાવતા જાણવા મળ્યું હતું કે, તસ્કરો ડીઝલ ટાંકી અને સેન્સરનું ઢાંકણ તોડી ટાંકીમાંથી 100 લિટર ડીઝલ ચોરી ગયા છે. આ ઘટના અંગે ડ્રાઈવર અને કંડક્ટરે સાણંદ ડેપો અને સુરતની કચેરીએ જાણ કરી હતી. જે બાદ તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની ઢીલી નીતિ કારણ?
આ ઘટના પરથી એક વાત સ્પષ્ટ છે કે અમદાવાદ જેવા સ્માર્ટ સીટીમાં જ્યાં 24 કલાક પોલીસ પેટ્રોલિંગના દાવા થઈ રહ્યા છે. શહેરના દરેક ખૂણે ખાંચકે CCTVનો પહેરો છે તેમ છતાં ચોરો પોલીસને પડકાર ફેંકી સરળતાથી કોઈ ડર વગર ચોરી અને લૂંટની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ક્યાંકને ક્યાંક પોલીસ જે નાની-નાની ચોરીની ઘટનાઓને અવગણી રહી છે તેનું જ આ પરિણામ હોઈ શકે.