Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Terror of 'Ghuvad Gang' in Vastrapur: A mob of 20 fatally attacked a young man on the pretext of reconciliation

Ahmedabad news: વસ્ત્રાપુરમાં 'ઘુવડ ગેંગ'નો આતંક: સમાધાનના બહાને બોલાવી યુવક પર 20નાં ટોળાનો જીવલેણ હુમલો

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad news: વસ્ત્રાપુરમાં 'ઘુવડ ગેંગ'નો આતંક: સમાધાનના બહાને બોલાવી  યુવક પર 20નાં ટોળાનો જીવલેણ હુમલો
સોર્સ : AI Image

Ahmedabad news: અમદાવાદ શહેરમાં દિન પ્રતિદિન અસમાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. ત્યારે આજે શહેરના પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરમાં સામાન્ય બાબતે 21 વર્ષીય યુવક પર હિચકારો હુમલો કર્યો છે. કાર ખસેડવાની બાબતમાં બોલાચાલી બાદ સમાધાન માટે બોલાવી યુવક પર 15થી 20 લોકોના ટોળાંએ જીવલેણ હુમલો કરી દીધો હતો જે  બાદ યુવકને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓ 'ઘુવડ ગેંગ' સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે.

App Store

શું છે સમગ્ર મામલો?
આ હુમલાનું કારણ થોડા દિવસ પહેલા સરખેજ વિસ્તારમાં બનેલી એક સામાન્ય ઘટના છે, જેમાં એક ચાની કિટલી પાસે કાર ખસેડવા જેવી નજીવી બાબતે આરોપીઓએ કાર પર ડંડાવાળી કરી હતી. જે પછી તે સમયે સરખેજ પોલીસ સ્ટેશનમાં મામલો થાળે પાડવામાં આવ્યો હતો, પરંતુ આરોપીઓએ મનમાં ખાર રાખી ગઈકાલે આ જૂની અદાવતનું સમાધાન કરવાના બહાને મહાવીરસિંહ અને તેના મિત્રો (માસીના દીકરા ક્રિપાલ અને અને બે મિત્રો ધવલ, રવિ)ને વસ્ત્રાપુરના સત્યમ ફ્લેટ પાસેના બાંકડા પર બોલાવવામાં આવ્યા હતા, જ્યાં દગો આપી તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

દગો આપી જીવલેણ હુમલો
પીડિતના દાવા મુજબ અચાનક 20થી 25 જણાના ટોળાએ હુમલો કરી દીધો હતો. પરેશ રબારી, લાલો ભરવાડ, મોન્ટુ ભરવાડ અને સુનિલ રબારી નામના શખ્સોએ છરી, ચાકુ, લોખંડની પાઈપ અને લાકડીઓ જેવા જીવલેણ હથિયારો વડે યુવાનોને ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવાનોને તાત્કાલિક વસ્ત્રાપુરની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. સૂત્રોનો દાવો છે કે આરોપીઓ કોઈ ઘુવડ ગેંગ સાથે સંબંધ ધરાવે છે.

 વસ્ત્રાપુર પોલીસે આ મામલે BNS કલમ 115(2), 118(1)(2), 189, 191(2) અને 190 હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. જો કે, આ કેસમાં પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. સૂત્ર દ્વારા એ પણ ચર્ચાઈ રહ્યું છે કે સ્થાનિક પી.આઈ. આરોપીઓના જ જ્ઞાતિના હોવાથી તપાસમાં ઢીલી નીતિ અપનાવી રહ્યા છે અને ફરિયાદમાં નબળી કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હોવાના ગંભીર આરોપો પણ થઈ રહ્યા છે.