Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Indian Railways: Asarwa-Udaipur Vande Bharat Express starts: Know what is the timing, at which station it will stop and know the fare

Indian Railways: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ: જાણો શું છે ટાઈમિંગ, કયા સ્ટેશન પર ઊભી રહેશે અને જાણો ભાડું

Timeછેલ્લું અપડેટ : 14 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Indian Railways: અસારવા-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ શરૂ: જાણો શું છે ટાઈમિંગ, કયા સ્ટેશન પર ઊભી રહેશે અને જાણો ભાડું
સોર્સ : GSTV

Indian Railways: ભારતીય રેલવે દ્વારા ગુજરાતમાં આધુનિક સુવિધાઓના વિસ્તાર માટે વધુ એક મહત્ત્વનું પગલું ભરવામાં આવ્યું છે. અમદાવાદના અસારવા અને રાજસ્થાનના ઉદયપુર સિટી વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેવાની જાહેરાત કરવામાં આવી છે. આ ગુજરાતની છઠ્ઠી વંદે ભારત ટ્રેન છે, જે પ્રવાસન અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપશે.

App Store

અદભુત સુવિધાઓથી સજ્જ ટ્રેન
આ હાઈટેક ટ્રેનમાં આરામદાયક સીટો, સ્લાઈડિંગ દરવાજા, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, બાયો-ટોયલેટ, સીસીટીવી કેમેરા અને ઓટોમેટિક દરવાજા જેવી અત્યાધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.

ઉદ્ઘાટન અને નિયમિત શિડ્યુલ:

ઉદ્ઘાટન રન: 16 ફેબ્રુઆરી 2026ના રોજ ટ્રેન નંબર 09663 બપોરે 12.25 વાગ્યે ઉદયપુરથી ઉપડી સાંજે 17.15 વાગ્યે અસારવા પહોંચશે.

નિયમિત સેવા: 18 ફેબ્રુઆરી 2026થી આ ટ્રેન અઠવાડિયામાં 6 દિવસ (મંગળવાર સિવાય) દોડશે.

ટાઈમિંગ: ટ્રેન નંબર 26964 અસારવાથી સાંજે 17.45 વાગ્યે ઉપડીને રાત્રે 22.00 વાગ્યે ઉદયપુર પહોંચશે. જ્યારે પરતમાં ટ્રેન નંબર 26963 ઉદયપુરથી સવારે 06.10 વાગ્યે ઉપડીને સવારે 10.25 વાગ્યે અસારવા પહોંચશે.

સ્ટોપેજ: આ ટ્રેન હિંમતનગર, ડુંગરપુર અને જાવર સ્ટેશન પર ઊભી રહેશે.

બુકિંગ માહિતી:
આ ટ્રેનનું બુકિંગ 15 ફેબ્રુઆરી 2026થી આઈઆરસીટીસી (IRCTC)ની વેબસાઈટ અને રેલવે કાઉન્ટર પરથી થઈ શકશે. આ ટ્રેનમાં કુલ 8 કોચ હશે, જેમાં એસી ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કારનો સમાવેશ થાય છે.