Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : 'Scammer gang' caught exchanging iPhones in online shopping,

Ahmedabad/ ઓનલાઈન શોપિંગમાં iPhone બદલી નાખતી 'સ્કેમર ગેંગ' ઝડપાઈ, 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
Ahmedabad/ ઓનલાઈન શોપિંગમાં iPhone બદલી નાખતી 'સ્કેમર ગેંગ' ઝડપાઈ, 20.52 લાખનો મુદ્દામાલ જપ્ત
સોર્સ : gstv

Ahmedabad Online Shopping Scam: ઓનલાઇન શોપિંગના વધતા છેતરપિંડીના બનાવો પણ સતત વધી રહ્યા છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. જેમાં ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી દિગ્ગજ ઈ-કોમર્સ કંપનીઓને નિશાન બનાવતી આ ગેંગ લોજિસ્ટિક્સ ચેઇનમાં ઘૂસીને અસલ કિંમતી સામાનને બદલે ડમી પ્રોડક્ટ્સ પધરાવી દેતી હતી. ક્રાઈમ બ્રાન્ચે આ ઓપરેશનમાં કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરી રૂ. 20.52 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

App Store

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે આ ગેંગના મુખ્ય પાંચ શખ્સોને ઝડપી પાડયા છે. પકડાયેલા આરોપીઓમાં રામલાલ ઉર્ફે રોમિલ ગેહલોત, મનોજ કુમાર માલી, ભરત કુમાર સુંદેશા (ત્રણેય રહે. જાલોર, રાજસ્થાન), વિશાલ પંચાલ (સુરત) અને વિશાલ બાવરી (અમદાવાદ) નો સમાવેશ થાય છે. જ્યારે રિષિપાલ ભાટી અને વિનોદ નામના બે શખ્સોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 25 ડમી મોબાઈલ, ડમી ઇયરબડ્સ, ગેમિંગ પ્રોસેસર અને પેકેજિંગ ખોલવા માટેની ખાસ 'સ્કેમ કિટ' કબજે કરી છે. આ ઉપરાંત, ગુનામાં વપરાતી સ્કોર્પિયો કાર પણ જપ્ત કરવામાં આવી છે.

ટોપિક્સ:ahmedabadAhmedabad newscrime