VIDEO: ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ, પોર્ટ પર ૩ નંબરના સિગ્નલ સાથે ભારે વરસાદની ચેતવણી
સોર્સ : gstv
વેલ માર્ક લો પ્રેશર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ત્રણ ટ્રફ સિસ્ટમ સક્રિય થતાં સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ સર્જાવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ અને ભાવનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, ખેડા અને અરવલ્લી સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે, જ્યારે બંદરો પર 3 નંબરનું સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે.

