Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Sky disaster in South Gujarat, 4 inches of rain in just 2 hours in Surat, red alert in 6 districts

દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત: સુરતમાં માત્ર ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ, ૬ જિલ્લામાં રેડ ઍલર્ટ

Timeછેલ્લું અપડેટ : 07 Jul 2026
લાઇવ ટીવીGoogle News
દક્ષિણ ગુજરાતમાં આકાશી આફત:  સુરતમાં માત્ર ૨ કલાકમાં ૪ ઈંચ વરસાદ, ૬ જિલ્લામાં  રેડ ઍલર્ટ
સોર્સ : gstv

Gujarat Rain Update: સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જેમાં સુરતમાં બે કલાકમાં ચાર ઇંચ સહિત સરેરાશ પાંચ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આજે 100 તાલુકામાં મેઘમહેર થઈ હતી. જેમાં 1 ઇંચથી વધુ વરસાદ હોય તેવા 40 તાલુકા હતા. સુરતમાં આજે સાંજે 4 થી 6 દરમિયાન જ ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો.

App Store

દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ

અન્યત્ર જ્યાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો તેમાં વલસાડના વાપી-પારડી-નાનાપોંઢા, મહીસાગરના ખાનપુર, સુરતના કામરેજનો સમાવેશ થાય છે. વલસાડના ઉમરગામ-કપરાડા, નવસારીના ખેરગામ, નર્મદાના ચીકડા અને તાપીના ડોલવણમાં બે ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો.

ક્યાં ક્યાં અપાયું રેડ ઍલર્ટ?

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં હજુ 3 દિવસ વરસાદી માહોલ રહેશે.

7 જુલાઈ (આજે): સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી, ભાવનગરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, ભરૂચ, અમરેલીમાં ઓરેન્જ એલર્ટ.

8 જુલાઈ (આવતીકાલે): ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

ગુજરાતમાં સોમવારે સવાર સુધી સરેરાશ 6.50 ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સિઝનનો 21 ટકા, સૌરાષ્ટ્રમાં 24 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 12.35 ટકા અને કચ્છમાં માત્ર 0.42 ટકા વરસાદ વરસ્યો છે.