VIDEO: ગુજરાતમાં મેઘરાજાની તોફાની એન્ટ્રી: દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
સોર્સ : gstv
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદને પગલે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજથી બે દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં મેઘરાજા ભારે તાંડવ મચાવે તેવી શક્યતા છે. ખાસ કરીને સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર અને અમરેલીમાં આજે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરાયું છે. દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતાને જોતા માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

