Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Retired teacher cheated of Rs 33 lakhs

VIDEO: Ahmedabad / 'તમારા પતિનું આધારકાર્ડ આતંકવાદીના ફાર્મ હાઉસમાંથી મળ્યું છે' કહી નિવૃત્ત શિક્ષિકા સાથે 33 લાખની ઠગાઈ

Timeછેલ્લું અપડેટ : 15 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

અમદાવાદમાં સાયબર અપરાધીઓ હવે વૃદ્ધોને નિશાન બનાવી રહ્યા છે. અમદાવાદમાં રહેતા એક નિવૃત્ત શિક્ષિકાને 'ડિજિટલ અરેસ્ટ' કરી આતંકવાદી પ્રવૃત્તિમાં સંડોવણીનો ડર બતાવી સાયબર ઠગોએ ₹33 લાખ પડાવ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

App Store

ભોગ બનનાર વૃદ્ધાને એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેમાં સામે પક્ષેથી વ્યક્તિએ પોતાની ઓળખ તપાસ એજન્સીના અધિકારી તરીકે આપી હતી. ઠગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, "એક આતંકવાદીના ફાર્મ હાઉસ પર દરોડા દરમિયાન તમારા પતિનું આધારકાર્ડ મળી આવ્યું છે. આ વાત સાંભળીને વૃદ્ધા હેબતાઈ ગયા હતા.

વૃદ્ધાને વિશ્વાસમાં લેવા માટે સાયબર ગઠિયાઓએ વોટ્સએપ પર ખોટા એરેસ્ટ ઓર્ડર સહિતના દસ્તાવેજો મોકલ્યા હતા. બાદમાં ડિજિટલ એરેસ્ટ કરી ઠગોએ વૃદ્ધા પાસે તપાસના બહાને અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ ₹33 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. લાખો રૂપિયા ગુમાવ્યા બાદ જ્યારે વૃદ્ધાને શંકા ગઈ અને પરિવાર સાથે વાત કરી, ત્યારે ખબર પડી કે તેઓ સાયબર ઠગાઈનો શિકાર બન્યા છે. આ મામલે નિવૃત્ત શિક્ષિકાએ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.