VIDEO: Ahmedabadમાં 41 લાખના MD ડ્રગ્સ સાથે બે શખ્સો પકડાયા, ક્રાઈમ બ્રાંચની ટીમે વેશ પલટો કરી ગોઠવી હતી વોચ
સોર્સ : GSTV
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે ડ્રગ્સના દૂષણ સામે મોટી કાર્યવાહી કરતા 41 લાખ રૂપિયાની બજાર કિંમતનું 412 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે વેશ પલટો કરી વોચ ગોઠવી હતી અને ઘી કાંટા લક્ષ્મી માર્કેટ પાસેથી રાજસ્થાનના માલારામ દેવાસી તથા દાંતાના અશોક દરજીની ધરપકડ કરી છે.
આ બંને આરોપીઓ અગાઉ મુંબઈમાં ગારમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા હતા અને ત્યારબાદ રખિયાલમાં રેડીમેડ કપડાની દુકાન ખોલી હતી, પરંતુ ધંધો ન ચાલતા ઝડપથી પૈસા કમાવવાની લાલચે તેઓ ડ્રગ્સના કાળા કારોબારમાં જોડાયા હતા. તેઓ ડ્રગ્સના નેટવર્ક સાથે સંકળાયેલા લોકોનો સંપર્ક કરી ગ્રાહકો શોધતા હતા. હાલ પોલીસ ડ્રગ્સનો સપ્લાય કરનાર રાજસ્થાનના વિકાસ બિશ્નોઈની સઘન શોધખોળ ચલાવી રહી છે.

