VIDEO: લાંભાના શાહવાડી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ ભાજપ સામે વિરોધના સૂર, સોસાયટીમાં લાગ્યા પોસ્ટર
સોર્સ : gstv
અમદાવાદના લાંભા વોર્ડના શાહવાડી વિસ્તારમાં ચૂંટણી પહેલા જ ભાજપ સામે વિરોધના સૂર ઉઠ્યા છે. સ્થાનિક રહીશોએ સોસાયટીઓમાં ભાજપ વિરોધી બેનરો લગાવીને સ્પષ્ટ સૂચના આપી છે કે ભાજપના ઉમેદવારોએ અહીં મત માંગવા આવવું નહીં.રહીશોનો આક્ષેપ છે કે પૂર્વ કોર્પોરેટરો દ્વારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારના વિકાસકાર્યો કરવામાં આવ્યા નથી. વારંવારની રજૂઆતો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન આવતા, રોષે ભરાયેલા સ્થાનિકોએ હવે ચૂંટણી બહિષ્કાર જેવું આક્રમક વલણ અપનાવ્યું છે.

