Ahmedabad news: 'ઢોસા ખાધા બાદ જ તકલીફ શરૂ થઈ હતી', પૂછપરછમાં બાળકીઓની માતાનું પણ એક જ રટણ

સોર્સ : GSTV
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતના મામલે તપાસનો ધમધમાટ છે, ત્યારે બાળકીઓની માતા ભાવનાબેન સહિત પરિવારના સભ્યો પૂછપરછમાં સતત એક જ રટણ કરી રહ્યા છે કે બહારથી તૈયાર લાવેલા ખીરુંના ઢોસા ખાધા બાદ જ તકલીફ શરૂ થઈ હતી.
જોકે, પોલીસ આ મામલે કોઈ કચાશ રાખવા માંગતી નથી, તેથી બાળકીઓના મૃત્યુ પહેલા અને પછીની તમામ મેડિકલ ફાઈલો મંગાવવામાં આવી છે, જેની સિવિલ હોસ્પિટલની એક્સપર્ટ પેનલ દ્વારા ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે. હાલ પોલીસ એફએસએલ રિપોર્ટની રાહ જોઈ રહી છે. જો આ રિપોર્ટમાં પણ મોતનું સચોટ કારણ સ્પષ્ટ નહીં થાય, તો પોલીસ સત્ય જાણવા માટે લાઈવ ડિટેક્શન ટેસ્ટનો સહારો પણ લઈ શકે છે.

