Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Uproar at Gujarat University over construction bill of ₹34 crore

VIDEO: Ahmedabad / ગુજરાત યુનિવર્સિટીમાં ₹34 કરોડના બાંધકામ બિલ મુદ્દે હોબાળો; કુલપતિ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો

Timeછેલ્લું અપડેટ : 14 Apr 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

ગુજરાત યુનિવર્સિટી ફરી એકવાર વિવાદોના વમળમાં ફસાઈ છે. તાજેતરમાં મળેલી સિન્ડિકેટ બેઠકમાં બાંધકામ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા કરોડો રૂપિયાના વધારાના ખર્ચના બિલને લઈને ભારે હોબાળો થયો હતો. પૂર્વ સિન્ડિકેટ સભ્યોએ કુલપતિ અને રજીસ્ટ્રારની મિલીભગત હોવાના આક્ષેપ સાથે સત્તાધીશોની ઝાટકણી કાઢી છે.

App Store

મળતી માહિતી મુજબ, બાંધકામ સમિતિએ અસલ અંદાજ કરતા 34 કરોડ રૂપિયાનો વધારાનો ખર્ચ દર્શાવતું બિલ મંજૂરી માટે મૂક્યું હતું. સિન્ડિકેટ સભ્યોએ આટલા મોટા તફાવત સામે સખત વિરોધ નોંધાવ્યો હતો અને બિલને નામંજૂર કરી દીધું હતું. સભ્યોએ આ બાબતે કુલપતિ અને રજીસ્ટ્રાર પાસે લેખિત ખુલાસો માંગ્યો છે.

પૂર્વ સિન્ડિકેટ સભ્ય આઈ. જી. ગોહિલે કુલપતિ વિરુદ્ધ આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "જે રીતે છેલ્લી ઓવરમાં બેટ્સમેન રન ભેગા કરવા માટે મથામણ કરતો હોય, તેમ કુલપતિ પોતાના છેલ્લા દિવસોમાં પૈસા ભેગા કરવાના પ્રયત્નો કરી રહ્યા છે." તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે કુલપતિ, રજીસ્ટ્રાર અને અન્ય અધિકારીઓ મળીને કોન્ટ્રાક્ટરોને આર્થિક લાભ કરાવવા માટે આ પ્રકારના કૌભાંડો આચરી રહ્યા છે.

આ મામલો હવે માત્ર યુનિવર્સિટી પૂરતો મર્યાદિત રહ્યો નથી. સમગ્ર ગેરરીતિની વિગતો રાજ્ય સરકાર સુધી પહોંચાડવામાં આવી છે. એવી ચર્ચાઓ છે કે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગ અથવા રાજ્ય સરકાર આ મામલે કડક કાર્યવાહી કરી શકે છે અને જવાબદાર અધિકારીઓ સામે તપાસ સમિતિ પણ નીમી શકે છે. અગાઉના કુલપતિઓના શાસનમાં પણ આ જ પ્રકારની પદ્ધતિ ચાલતી હોવાનો દાવો કરીને યુનિવર્સિટીની પારદર્શિતા સામે મોટા સવાલો ઉભા કરવામાં આવ્યા છે.