ગુજરાત ATSએ પકડેલા 3 આતંકી મામલો, હવે NIA કરશે તપાસ
ગુજરાતમાં આતંકી ગતિવિધિઓ સામે મોટી સફળતા મેળવ્યા બાદ, હવે NIA (નેશનલ ઇન્

ગુજરાતમાં આતંકી ગતિવિધિઓ સામે મોટી સફળતા મેળવ્યા બાદ, હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) એ આ કેસની તપાસ પોતાના હસ્તક લીધી છે. નવેમ્બર 2025 માં ગુજરાત ATS એ ISKP સાથે જોડાયેલા ત્રણ ખતરનાક આતંકીઓની ધરપકડ કરી હતી, જેમના મનસૂબા જાણીને સુરક્ષા એજન્સીઓ પણ સ્તબ્ધ છે.
'રાઈઝિન' ઝેરથી હજારોને મારવાનું હતું ષડયંત્ર
ધરપકડ કરાયેલ આતંકીઓ ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલ વિદેશી હેન્ડલર અબુ ખદીજા ના સીધા સંપર્કમાં હતા. તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે, આતંકીઓ ખોરાક કે પાણીમાં અત્યંત ઝેરી 'રાઈઝિન' (Ricin) ભેળવીને હજારો નિર્દોષ નાગરિકોને મોતના ઘાટ ઉતારવાની ફિરાકમાં હતા. તેમની પાસેથી માત્ર હથિયારો જ નહીં, પણ જૈવિક હુમલો (Biological Attack) કરવા માટેનું ઘાતક ઝેર પણ મળી આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય
આ કેસની ગંભીરતા અને આંતરરાષ્ટ્રીય કનેક્શનને જોતા, કેન્દ્રીય ગૃહ વિભાગે આ તપાસ NIA ના અમદાવાદ યુનિટને સોંપવાનો આદેશ કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ અગાઉ જ UAPA હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે NIA એ તપાસ કરશે કે આ આતંકી મોડ્યુલના તાર અન્ય કયા રાજ્યો કે દેશો સાથે જોડાયેલા છે અને તેમના સ્લીપર સેલ ક્યાં સક્રિય છે.








