VIDEO: નવરાત્રીના પ્રથમ દિવસે ચોટીલા ચામુંડા ધામ ખાતે હજારો ભક્તોનું ભારે ઘોડાપૂર ઉમટ્યું
નવરાત્રીના પાવન પ્રથમ દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ખાતે શ્રદ્

નવરાત્રીના પાવન પ્રથમ દિવસે પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ચામુંડા ધામ ખાતે શ્રદ્ધાળુઓનું ભારે ઘોડાપૂર જોવા મળ્યું હતું. મધરાતથી જ ભાવિક ભક્તો તળેટી વિસ્તારમાં એકઠા થઈ ગયા હતા, જ્યાં વહેલી સવારે ૪ કલાકે ડુંગરના ગેટ ખોલવામાં આવતા જ હજારો ભક્તોએ મા ચામુંડાના દર્શન માટે પ્રયાણ કર્યું હતું. પ્રથમ નોરતે મંદિરમાં ઘટ કળશ સ્થાપના અને માતાજીની પ્રતિમાનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. નવ દિવસ દરમિયાન મા અંબાના અલગ અલગ નવ સ્વરૂપોનો શણગાર કરાશે. ચોટીલા ડુંગર અને મંદિર પરિસર રંગબેરંગી લાઈટોની રોશનીથી ઝળહળી ઊઠ્યા હતા. ભક્તોએ માં ના શરણમાં શીશ નમાવી ધન્યતા અનુભવી હતી.




