Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : ‘No Free Entry‘ in GMDC's Garba; Second Normally Players Will Have to Buy Online Passes

GMDCના ગરબામાં હવે ‘નો ફ્રી એન્ટ્રી’; બીજા નોરતાથી ખેલૈયાઓએ ખરીદવા પડશે ઓનલાઈન પાસ, જાણો કિંમત

Timeછેલ્લું અપડેટ : 26 Sept 2026
લાઇવ ટીવીGoogle News
GMDCના ગરબામાં હવે ‘નો ફ્રી એન્ટ્રી’; બીજા નોરતાથી ખેલૈયાઓએ ખરીદવા પડશે ઓનલાઈન પાસ, જાણો કિંમત
સોર્સ : Google

અમદાવાદના સુપ્રસિદ્ધ GMDC ગ્રાઉન્ડ ખાતે ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત થતો ભવ્ય વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ આ વર્ષે તદ્દન નવા અંદાજમાં જોવા મળશે. અત્યાર સુધી સામાન્ય જનતા માટે આ આયોજનમાં પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રહેતો હતો, પરંતુ આ વર્ષથી સરકારી આયોજનમાં પણ વ્યવસાયિક રૂપ જોવા મળી રહ્યું છે.

App Store

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા આ વખતે પહેલા નોરતા સિવાય બાકીના નોરતામાં મફત પ્રવેશ વ્યવસ્થા સદંતર બંધ કરી દેવામાં આવી છે. ગરબા રમવા કે જોવા આવતા ખેલૈયાઓએ હવે પોકેટ ઢીલું કરીને ઓનલાઇન ટિકિટ કે પાસ ખરીદવા પડશે.

નવી ટિકિટિંગ વ્યવસ્થા મુજબ ગ્રાઉન્ડનું વિભાજન

GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજિત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પહેલા દિવસે તમામ લોકો માટે પ્રવેશ સંપૂર્ણપણે નિ:શૂલ્ક હશે. જોકે, બીજા નોરતાથી છેલ્લા નોરતા સુધી પ્રવેશ માટે ખેલૈયાઓએ ચાર્જિસ ચૂકવીને બુકમાય શો પરથી પાસ લેવા પડશે. આ નવી ટિકિટિંગ વ્યવસ્થા હેઠળ ગ્રાઉન્ડને બે મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવ્યું છે. સામાન્ય ખેલૈયાઓ માટેના 'સેલિબ્રેશન ઝોન'માં બીજાથી પાંચમા નોરતા સુધી પ્રતિ વ્યક્તિ ₹100 રહેશે જ્યારે ગ્રુપના ભાવ ₹300થી લઈને ₹600 સુધીના રહેશે અને છઠ્ઠા નોરતાથી નવમા નોરતામાં 'સેલિબ્રેશન ઝોન'માં પ્રતિ વ્યક્તિ ₹250 રહેશે તો ગ્રુપના ભાવ ₹750થી લઈને ₹1500 ભાવ રહેશે.