VIDEO: અમદાવાદમાં કાયદાનો કોઈ ડર નહીં: નાના ચિલોડા રિંગ રોડ પર લક્ઝુરિયસ કાર સાથે સીન સપાટા કરતો દીપક દેસાઈનો વીડિયો વાયરલ
સોર્સ : gstv
અમદાવાદના નાના ચિલોડા રિંગ રોડ પર મોંઘીદાટ લક્ઝુરિયસ ગાડીઓ સાથે સ્ટંટ અને સીન સપાટા કરવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં દીપક દેસાઈ નામનો શખ્સ કારની નંબર પ્લેટના સ્થાને અંગ્રેજીમાં DK લખેલું બોર્ડ લગાવીને જોખમી રીતે ડ્રાઇવિંગ કરતો જોવા મળી રહ્યો છે.આ અગાઉ પણ આ જ વ્યક્તિ સામે જોખમી ડ્રાઇવિંગ અને સ્ટંટ કરવા બદલ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી તેની અટકાયત કરી ચૂકી છે. આમ છતાં, કાયદાના રક્ષકોનો કોઈ ડર ન હોય તેમ જેલમાંથી છૂટ્યા બાદ તેણે ફરી આવા વીડિયો બનાવ્યા છે. હાલ આ નવો વીડિયો વાયરલ થતાં જ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

