Video: અમદાવાદમાં યોજાઈ રાષ્ટ્રીય કક્ષાની ગણીત સ્પર્ધા

સોર્સ: gstv

બેંગાલુરુ સ્થિત ક્યુબાટિક એજ્યુટેક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા અમદાવાદમાં વિદ્યાર્થીઓ માટે સ્પર્ધાનું આયોજન કરાયું હતું. ચોથી રાષ્ટ્રીય કક્ષાની અબેકસ અને માનસિક ગણિત સ્પર્ધા બે હજાર છવ્વીસનું આયોજન થયુ હતુ..જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુ, મધ્યપ્રદેશ અને કેરળ એમ કુલ આઠ રાજ્યોના આશરે ચૌદ સોથી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.... સ્પર્ધાનું મુખ્ય આકર્ષણ એ હતું કે બાળકોએ માત્ર ૮ મિનિટના ટૂંકા સમયગાળામાં ગણિતના બસ્સો દાખલાઓ ઉકેલીને પોતાની એકાગ્રતા, ઝડપ અને ચોકસાઈ સાબિત કરી હતી. ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર જગદીશ પટેલે જણાવ્યું હતું કે આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક વિકાસ અને આત્મવિશ્વાસ કેળવવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ઉલ્લેખનીય છે કે સાતથી ચૌદ વર્ષનાં બાળકો માટે કાર્યરત આ સંસ્થા ભારત ઉપરાંત વિદેશોમાં ફેલાયેલી છે. ભારતમાં તેનું એકસો પચ્ચાસથી વધુ કેન્દ્રો તથા પચ્ચાસથી વધુ શાળાઓ સાથે જોડાણ છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત