Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Meghraja's stormy batting in Gujarat in July; 61% of the season's rainfall fell in a single month

VIDEO: Gujaratમાં જુલાઈમાં મેઘરાજાની તોફાની બેટિંગ; એક જ મહિનામાં સિઝનનો 61% વરસાદ ખાબક્યો

Timeછેલ્લું અપડેટ : 02 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

 ગુજરાતમાં ચોમાસાની વર્તમાન સિઝનમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 23.17 ઈંચ સાથે સરેરાશ 65 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખાસ કરીને જુલાઈ મહિનામાં જ મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા 21.79 ઈંચ સાથે સિઝનનો 61 ટકા વરસાદ માત્ર એક જ મહિનામાં વરસાવી દીધો છે.

App Store

જુલાઈના પ્રારંભે હતી વરસાદની ખાધ

જૂન મહિનાના અંતે ગુજરાતમાં સિઝનનો સરેરાશ માત્ર 1.38 ઈંચ (3.87 ટકા) વરસાદ જ નોંધાયો હતો. જેના કારણે ચિંતાના વાદળો ઘેરાયા હતા. પરંતુ જુલાઈ મહિનાની શરુઆતથી જ મેઘરાજાએ એવી બેટિંગ કરી કે વરસાદની તમામ ખાધ દૂર થઈ ગઈ છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદની સ્થિતિ જોઈએ તો:

5 તાલુકાઓમાં: 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
66 તાલુકાઓમાં: 20 થી 40 ઈંચ વરસાદ વરસ્યો છે.
118 તાલુકાઓમાં: 10 થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે.
13 તાલુકાઓમાં: 5 થી 10 ઈંચ વરસાદ પડ્યો છે.
3 તાલુકાઓમાં: હજુ પણ વરસાદ 2 ઈંચથી ઓછો નોંધાયો છે.

રિજિયન પ્રમાણે વરસાદની સ્થિતિ

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સૌથી વધુ મહેરબાન રહ્યા છે, જ્યાં એક જ માસમાં ભારે વરસાદ ખાબક્યો છે. રિજિયન પ્રમાણે કુલ વરસાદની સ્થિતિ

દક્ષિણ ગુજરાત: જૂનમાં 2.82 ઈંચ અને જુલાઈમાં 55.45 ઈંચ (કુલ 71.35 ટકા)
સૌરાષ્ટ્ર: જૂનમાં 0.56 ઈંચ અને જુલાઈમાં 14.65 ઈંચ (કુલ 48.81 ટકા)
પૂર્વ મધ્ય: જૂનમાં 1.88 ઈંચ અને જુલાઈમાં 20.00 ઈંચ (કુલ 52.16 ટકા)
ઉત્તર ગુજરાત: જૂનમાં 0.78 ઈંચ અને જુલાઈમાં 13.45 ઈંચ (કુલ 46.76 ટકા)
કચ્છ: જૂનમાં 0.04 ઈંચ અને જુલાઈમાં 4.06 ઈંચ (કુલ 20.67 ટકા)